આજે સાંજે 7:00 વાગ્યે પ્રાપ્ત થતી વિગતો મુજબ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે તેમને મળેલ ચોક્કસ બાતમીના આધારે શહેરની લાલ બહાદુર ટાઉનશિપમાંથી જાહેરમાં ગાંજાનો જથ્થો વેચતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે