છોટાઉદેપુર: છોટાઉદેપુર પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી: માધુ રાઠવા બીજીવાર પ્રમુખ તરીકે બિનહરીફ
છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં ક્રાંતિકારી મશાલ પેનલનો ભવ્ય વિજય થયો છે. ગુલાબ પેનલના ઉમેદવારોએ નામ પરત ખેંચતા તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા છે. માધુ રાઠવા સતત બીજી વખત પ્રમુખ બન્યા છે.