સોનગઢ: સોનગઢ તાલુકાના કણજી ગામે મહિલાને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.
Songadh, Tapi | Jun 6, 2025 સોનગઢ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 1 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ કણજી ગામે ગૌચરની જમીનમાં બાંધેલ મકાન બાબતે નોટિસ આપવામાં આવતા તેનો દ્વેષભાવ રાખી મહિલાને માર મારવામાં આવ્યો હતો.જેમાં મહિલા દ્વારા તેમની માલિકીની જગ્યા માંથી રસ્તો આપતા પંચાયત દ્વારા ગૌચરની જગ્યા ફાળવી હતી.જેમાં માર મારનાર પ્રિયંકા ગામીત, અમર ગામીત, દિવ્યેશ ગામીત અને હિના ગામીત દ્વારા પાકા ઘર બનાવી દીધા હતા જેને લઈ મહિલાને માર મારવામાં આવ્યો હતો.