નડિયાદ: જમીન પચાવી પાડવા અને ગેરકાયદેસર હુમલાના આરોપમાં કુલ 25 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો
ફરિયાદી હર્ષ પટેલ અને સપનાબેન ખેતરમાં ડાંગર બાજરીનું વાવેતર કરાવવા ગયા ત્યારે આરોપીઓએ એક જૂથ થઈને હાથમાં લાકડી ધાર્યા દાતરડા જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો એટલુ જ નહીં પણ અપશબ્દો બોલી જ્યાંથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દીધો હતો આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે જમીન માલિક દ્વારા અગાઉ જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ અરજી કરી હતી