વર્ષ 2024 માં ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ચોપડે રૂ.1.95 કરોડની છેતરપિંડી ની ફરિયાદ નોંધાઈ હતી.જેમાં અજય તોલાની નું નામ ખુલતા તે ફરાર હતો.આરોપી આણી ટોળકીએ pvc પાઇપ નું મેન્યુફેક્ચરિંગ કરતા રાજા અલી હુસૈન સોલંકી ના gst નંબર અને પાનકાર્ડ નો દુરપયોગ કર્યો હતો.gst બિલથી રૂ.1.95 કરોડનો કાપડનો માલ અલગ અલગ વેપારીઓ પાસેથી ખરીદ્યો હતો.જેનું પેમેન્ટ પણ નહોતું કર્યું હતું.આરોપીઓએ રાજુ જેઠવાની નમક વ્યક્તિનો ફોટો પાનકાર્ડ પર મૂકી બોગસ તરીકે ઉપયોગ કર્યો હતો.