ગોધરા: સરદાર પટેલ જન્મ જયંતીને લઇ શહેરમાં રન ફોર યુનિટી'નું આયોજન, SP હરેશ દુધાતે માહિતી આપી
દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના (31 ઓક્ટોબર) અવસરે સમગ્ર દેશ અને ગુજરાતની સાથે ગોધરા (પંચમહાલ) માં પણ 'રન ફોર યુનિટી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંગે પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે માહિતી આપતા જણાવ્યું કે, આ કાર્યક્રમ દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપશે. ગોધરા ખાતે પણ આ દોડનું આયોજન થશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો ને જોડાવા અપીલ કરી