વિજાપુર: વિજાપુર રણાસણ ગામમાં બંધ મકાનનું તાળું તોડી રૂ. 11.14 લાખની ચોરી
વિજાપુર તાલુકા ના રણાસણ ગામમાં બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા ચોરે દાગીના અને રોકડ મળી કુલ રૂ. 11,14,400/- ની ચીજવસ્તુઓ પાર પાડી હોવાની ગંભીર ઘટના સામે આવતા ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘટના 25 જૂનથી 28 જૂન 2025 વચ્ચેની હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે, રમેશભાઈ જોયતારામ રામદાસ એ પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ફરીયાદ નોંધાવી છે.પોલીસે આજરોજ રવિવારે 3 કલાકે ગુનો નોંધી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.