ભુજ: ભુજમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ, જનપ્રતિનિધિઓએ બાળકોને પીવડાવ્યા પોલિયોના બે ટીપાં
Bhuj, Kutch | Jun 28, 2026 ભુજના જ્યુબિલી સર્કલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત પોલિયો રસીકરણ બુથમાં પોલિયો મુક્ત ભારતના સંકલ્પ સાથે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અવસરે પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કચ્છ સંસદ વિનોદભાઈ ચાવડા , ધારાસભ્ય કેશુભાઈ પટેલ, શિતલભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.