તળાજા: તળાજા કોર્ટ બહાર એડવોકેટ પર છરીથી હુમલો, શહેરમાં ચકચાર
તળાજા શહેરમાં કોર્ટની બહાર રોડ પર એક ગંભીર મારામારીની ઘટના સામે આવી છે, જેમાં એક એડવોકેટને છરી વડે હુમલો કરી ઈજાગ્રસ્ત બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, એડવોકેટ પ્રવીણભાઈ સોસા કોર્ટમાંથી બહાર આવી રહ્યા હતા તે સમયે કિશોર મીઠાભાઈ રાઠોડિયા નામના વ્યક્તિ સાથે તેમનો જૂનો વિવાદ ફરી ઉગ્ર બન્યો હતો. આરોપી દ્વારા કેસ પાછો ખેંચવા દબાણ કરવામાં આવતું હોવાની વાત સામે