રાજકોટ દક્ષિણ: ITIસફાઈ કામદારોના પગાર બાબતે આચરવામાં આવતું કૌભાંડ સામે આવ્યું,તંત્રદ્વારા જવાબદારો સામે તાકીદે યોગ્યપગલા લેવાની માંગણી
ITIસફાઈ કામદારોના પગાર બાબતે કોન્ટ્રાક્ટનું મેનેજમેન્ટ ચલાવતા મયુરસિંહ રાણા અને સુપરવાઇઝર રાઠોડ ભાઈ દ્વારા આચારવામાં આવતું કૌભાંડ શહેર કામદાર યુનિયન પ્રમુખ પારસ બેડીયા દ્વારા ખુલ્લુ પાડવામાં આવ્યું છે. આ વિશે આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ વિગતો આપતા તેઓએ જણાવ્યું હતું કે, તમામ કામદારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી તેમના પગાર 13,500માંથી 6,500નું કૌભાંડ આચરવામાં આવતું હતું. આ બાબતે તેઓએ તંત્રની તાકીદે દે યોગ્ય પગલાં લેવા રજૂઆત પણ કરી હતી.