જામનગરને સ્વચ્છ રાખવા માટે ગાર્બેજ કલેક્શનની ગાડીઓ સતત શહેરના વિસ્તારોમાં દોડતી રહે છે. પરંતુ આ ગાડીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું અવારનવાર જોવામાં આવે છે.તાજા બનાવમાં શહેરના મુખ્ય માર્ગ પર ગાર્બેજ કલેક્શનની એક ગાડીમાં, ગાડીના ઉપરના ભાગે અનેક લોકો જોખમી રીતે સવારી કરતા જોવા મળ્યા હતા. રસ્તા પર ચાલી રહેલી આ બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.