લીલીયા તાલુકાના સલડી ગામે આહીર અને પટેલ સમાજ વચ્ચે થયેલી મારામારી બાદ બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસએ આહીર સમાજના ૧૭ અને પટેલ સમાજના ૮ લોકો સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. ઘટના પાછળ ગામ પંચાયતની ચૂંટણી સંબંધિત મનદુઃખ હોવાનું સામે આવ્યું છે.