આગામી 31મી ડિસેમ્બરને ધ્યાને રાખીને ભાવનગર પોલીસ દ્વારા જિલ્લાભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.જિલ્લામાં 8 જેટલી નવી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અને શહેરના આંતરિક તથા સંવેદનશીલ વિસ્તારોમાં બેરીકેટીંગ કરી વાહનોનું રેન્ડમ ચેકિંગ હાથ ધરાયું છે. ખાસ કરીને ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના કિસ્સાઓ રોકવા, વાહનોમાં ગેરકાયદેસર હથિયારો કે કેફી દ્રવ્યોની હેરફેર અટકાવવા કડક ચેકીંગ હાથ ધરાયુ