ધરમપુર: નગરપાલિકા દ્વારા બજાર સહિતના વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈ આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું
મંગળવારના 1:00 વાગ્યા દરમિયાન કરેલી કાર્યવાહી મુજબ ધરમપુર નગરપાલિકા દ્વારા આજરોજ બજાર સહિતના શહેરી વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુંહજેમાં શહેરની વિવિધ દુકાનોમાં જઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક ચેકિંગ કરી ઝડપાયેલા દુકાન સંચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. અને સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ તમામ દુકાન સંચાલકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અંગે સૂચનો પણ આપવામાં આવ્યા હતા.