કહેવાય છે કે સેવાનો કોઈ રસ્તો હોતો નથી, સેવા પોતે જ એક રસ્તો છે. ગોધરાના રહેવાસી શિક્ષક અહમદભાઈ કંજરીયા આ વાતને સાર્થક કરી રહ્યા છે. એક શિક્ષકની ફરજ બજાવ્યા બાદ, તેઓ પોતાની આરામની પળો લોકસેવા માટે સમર્પિત કરે છે. દરરોજ સવારે અહમદભાઈ પોતાના ખર્ચે ભાડાની રિક્ષા કરી, તેના પર માઇક લગાવીને શહેરની શેરીઓમાં નીકળી પડે છે. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે અન્ય સરકારી કાગળોમાં આવતી મુશ્કેલીઓ માટે તેઓ લોકોને સચોટ માર્ગદર્શન આપે છે. સામાન્ય લોકોને સરકારી કચેરીઓમ