દેશમાં પ્રવર્તમાન BLOની આત્મહત્યાના સંદર્ભે માર્ગદર્શન કરતા સ્વામીજીએ જણાવ્યું કે, આ બાબત સ્વીકાર્ય નથી. કર્મચારીઓ સુધી ગીતાનું જ્ઞાન યોગ્ય રીતે પહોંચ્યું નથી. ભગવદ ગીતા મુજબ શોક, મોહ અને વિષાદથી દૂર રહીને કાર્ય કરીએ તો જરાય માનસિક તણાવ અનુભવાય નહીં અને આત્મહત્યાના વિચાર પણ આવે નહીં.