આદિપુરમાં મૈત્રી સ્કૂલ પાસે રોડ ઉપર આરોપી ગુરમુખદાસ વીરૂમલદાસ સતવાણી અંગત ફાયદા માટે વરલી મટકાનો જુગાર રમી રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે આ તહોમતદારની ધરપકડ કરી તેની પાસેથી રોકડા રૂા. 7650, મોબાઈલ ફોન .રૂા. 5 હજાર સહિત કુલ રૂા.12650નો મુદ્દામાલ હસ્તગત લેવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.