શંખેશ્વર: શંખેશ્વર તાલુકાના ત્રણ ગામોમાંથી તસ્કરોએ 44,500 ની રોકડ અને બાઇકની ચોરી કરી
શંખેશ્વર તાલુકામાં ચોરોએ એક જ રાતમાં ત્રણ ગામોમાં ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ કુંવારદ, મુજપુર અને શંખેશ્વર ગામમાં હાથફેરો કર્યો છે. શંખેશ્વરમાં મૌલિકભાઈ પ્રજાપતિના ઘર પાસેથી 15000ની કિંમતનું બાઈક ચોરાયું છે. તસ્કરો અન્ય કોઈનું બાઈક મૂકીને ફરાર થયા છે. કુંવારદમાં અલ્પેશભાઈ રાજુભાઈ પ્રજાપતિના પાર્લરમાંથી 27000 રૂપિયા રોકડા અને1500 રૂપિયાની કિંમતના ચાંદીના સિક્કાની ચોરી થઈ છે. આ સિવાય ટાયર પંકચરની દુકાનના તાળાં પણ તોડવામાં આવ્યા છે