સુરતની પુણા પોલીસે ચોરીના પાંચ વાહનો સાથે બે શખ્સો ની ઝડપી પાડ્યા હતા.સોમવારે પુણા પોલીસે સવારે સાડા અગિયાર કલાકે આપેલી માહિતી મુજબ,પોલીસે રવિવારે મોડી સાંજે પુણા વિસ્તારમાંથી સલામુદ્દીન શેખ અને ઝુબેર શેખ ને ઝડપી પાડ્યા હતા.જે આરોપીઓ પાસેથી ચોરીના પાંચ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.જ્યાં બારડોલી,કામરેજ,પુણા અને અઠવા પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા.વધુ કાર્યવાહી પુણા પોલીસે હાથ ધરી હતી.