મોરબી: મોરબી શહેરમાં પાયાની સુવિધાઓના અભાવે જન આંદોલનનો દોર શરૂ, મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને મહિલાઓએ કર્યો ચક્કાજામ.....
Morvi, Morbi | Sep 16, 2025 મોરબીમાં જવાબદાર તંત્ર સ્થાનિક નાગરિકોને પાયાની સુવિધા આપવા નિષ્ફળ નિવડતા જન આંદોલનો ફરી શરૂ થવા લાગ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં આજરોજ સાંજના સમયે મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસે પાણી પ્રશ્ને કાંતિજ્યોત સોસાયટીના સ્થાનિકોએ ચક્કજામ કર્યો છે. મહાપાલિકા બે દિવસમાં પાણીની વ્યવસ્થા કરી દેવાની લેખિત ખાતરી આપશે પછી જ આંદોલન સમેટાશે તેવી જાહેરાત કરવામાં આવી છે....