મહુવા: કોટીયા ગામમાં જંગલી જાનવરનો ત્રાસ વધ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ
કોટીયા ગામમાં જંગલી જાનવરનો ત્રાસ વધ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ ભાવનગર જિલ્લાના કોટીયા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી જંગલી જાનવરોનો ત્રાસ વધતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે જંગલી જાનવરો ગામની સીમ અને રહેણાંક વિસ્તારની નજીક જોવા મળતાં લોકોમાં ચિંતા વધી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ જંગલી જાનવરોના સતત અવરજવરથી પશુધન અને લોકોની સુરક્ષા અંગે ભય ફેલાયો છે. સાંજ બાદ લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જ