રાજકોટ દક્ષિણ: વધુ બે આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરતી શહેર પીસીબી
પીસીબી પોલીસ સ્ટાફે અગાઉ ઈંગ્લીશ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ બે આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે બંને આરોપીઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કમિશ્નરશ્રીને મોકલી હતી. જે પોલીસ કમિશ્નરશ્રીએ મંજૂર કરતા 27 વર્ષીય આરોપી સેજાદ જલવાણીને હિંમતનગર જેલ ખાતે તથા 25 વર્ષીય આરોપી વિનય ઉકેડિયાને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.