ધરમપુર: ઢાકવડનો પુલ ધોવાઈ જતા 8 થી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા, ગ્રામજનો રસ્તા ઉપર રીપેરીંગ માટે ઉતર્યા વીડિયો વાયરલ
શુક્રવારના 7:30 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ ધરમપુર તાલુકાના ઢાંકવાડ ગામ પાસે આઠથી વધુ ગામને જોડતો પુલ વરસાદી પાણીના કારણે વારંવાર ધોવાઈ જવાના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલી વેચવી પડી રહી છે જીવના જોખમે ખાડામાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે ત્યારે આજરોજ ગ્રામજનોએ અંતે કંટાળી તેઓ જાતે જ પૂલની સમાર કામગીરી માટે રસ્તા પર ઉતર્યા હતા અને પુલ પર માટીના ઈંટના રોળાઓ નાખી સમાર કામગીરી હાથ ધરી હતી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.