શંખેશ્વર: શંખેશ્વર રોડ ઉપર થી ચોરીના બાઇક સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
શંખેશ્વર-બોલેરા રોડ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન આ કામના ચોરીમા ગયેલ મોટરસાયકલ સાથે ત્રણેય ઇસમો મળી આવતા જેઓએ પૂછપરછ દરમ્યાન ગુનાની કબુલાત કરેલ જેઓને ગુના કામે અટક કરી ચોરીમાં ગયેલ મુદામાલ હીરો કંપનીનુ કાળા કલરનુ સ્પેલન્ડર પ્રો મો.સા રજી નં. GJ-24-P-5255, કિં.રૂ.૧૮,૦૦૦/-રીકવર કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.