તળાજા: તલ્લી ગામમાં દાઠા પોલીસનો જુગારધામ પર દરોડો: 6 જુગારીઓ ઝડપાયા
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તલ્લી ગામમાં દાઠા પોલીસ સ્ટેશનની ટીમે જુગારધામ પર સફળ દરોડો પાડી છ ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. દાઠા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ સરવૈયા સહિતની ટીમે તલ્લી ગામમાં દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન આનંદભાઈ બાબુભાઈ વાસિયા, જયંતીભાઈ વીરાભાઈ શિયાળ, હિપાભાઈ સવજીભાઈ વાસિયા, રવજીભાઈ રામજીભાઈ વાસિયા, મુન્નાભાઈ ઘૂસાભાઈ વાળા અને ભયાભાઈ મથુરભાઈ વાસિયા, તમામ રહે. તલ્લી ગામ, જુગાર રમતા ઝડપા