ભાવનગર: તરસમિયા ખારસી રોડ ઉપર રહેણાકી મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રહે બાતમી મળેલી કે ખારસી તરસમીયા ઘોઘારોડ ઉપર રહેતા કરસનભાઈ પ્રવીણભાઈ મકવાણા એ તેમના રહેણાંક કે મકાનમા બહારથી ભારતીય બનાવટી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવેલા છે જ્યાં તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટી દારૂની નાની બોટલ નંગ 187 મળી આવી હતી જેની કિંમત રૂપિયા 56,075 નો મુદ્દા માલ સાથે વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા હતા.