ગોધરા: શહેરા તાલુકાના તાડવા ગામેથી કાકણપુર દવાખાને જતા દંપતી અને પુત્રને અકસ્માત નડ્યો,ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
શહેરા તાલુકાના તાડવા ગામે રહેતા દલસુખભાઈ બારીયા તેમની પત્ની રેખાબેન અને ત્રણ વર્ષના પુત્ર વિહાન સાથે બાઈક પર જઈ રહ્યા હતા. તેઓ પુત્રને કાકણપુર ખાતે દવાખાને બતાવવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન, ડેમલી-ડુંગરપુર ડેરી નજીક અચાનક બાઈકના પાછળના વ્હીલમાં રેખાબેનની સાડીનો છેડો ફસાઈ ગયો હતો. જેના કારણે બાઈક પરથી તેમનું સંતુલન બગડ્યું અને દલસુખભાઈ, રેખાબેન અને તેમનો પુત્ર વિહાન રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં રેખાબેન અને તેમના પુત્ર વિહાનને માથાના ભાગે ગંભી