કાલોલ: વેજલપુરના મહેલોલ ચોકડી પાસે દબાણો દૂર કરવા ગયેલા ગ્રામ પંચાયતના સત્તાધીશો ઉપર લારી ગલ્લા વાળાએ લગાવ્યા ગંભીર આક્ષેપો.
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આજ રોજ મેહલોલ ચોકડી પાસે આવેલ ગૌચર જમીનમાં થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે મળતી માહિતી મુજબ વેજલપુર ગામે મેહલોલ ચોકડી પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હવે ગરમ રાજકીય અને સામાજિક મુદ્દો બની ગઈ છે. ગ્રામ પંચાયત એક તરફ નાના લારી-ગલ્લા ધારકો પર કાર્યવાહી કરવા ઉતરી છે, ત્યારે બીજી તરફ ગામના જાગૃત નાગરિકો દ્વારા “મોટા માછલાઓ”ને બચાવવાના ગંભીર આક્ષેપો ઉઠાવી રહ્યા છે.આજ રોજ હાથ ધરાયેલી દબાણ હટાવવાની કાર