ચુડા: ચુડા પોલીસે 12 નવેમ્બર બપોરે 1 વાગે ખાંડીયા ગામની ઘરફોડ ચોરી ના બે આરોપીઓ ઝડપી ચોરાઉ મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી
ચુડા તાલુકા ખાંડીયા ગામે રહેતા ઘનશ્યામસિંહ કસળસિંહ ઝાલા ના ઘરે તા. 7 નવેમ્બરે રાત્રે તસ્કરીની ઘટના બની હતી જે અંગે ફરિયાદ નોંધાઇ હતી. ચુડા પીએસઆઇ એન એ ડાભી એ પગેરૂ દબાવી આ કેસ ના મુખ્ય આરોપી કિરણ મનસુખ વાણીયા તથા આશિષ દેવજી સોલંકી ને ઝડપી પાડ્યા હતા અને ચોરાઉ મુદામાલ અને રોકડ રકમ અને સિક્કા તથા ચાવી નો જુડો સહિત નો મુદામાલ કબજે કરી આરોપી ઓ ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.