દાંતા: દાંતા તાલુકાના કુવારસી ગામે વિકાસ રથ આવતા ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
કુંવારસી ગામે વિકાસરથ આવતા ગામ લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું. વિકાસરથમાં ગ્રામજનોને સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અને લાભોની માહિતી આપવામાં આવી સરકારના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમ્યાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહ ની ઉજવણી કરાઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રતિદિન ત્રણ ગામમાં વિકાસરથનું આગમન થશે વિકાસરથ સાથે ગ્રામવિકાસના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત તથા લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવી રહ્યા છે