ગોધરા: ઘોઘંબા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત, પિતા પુત્ર ઘાયલ થતા સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
કાલોલ તાલુકાના ખડકી ગામના રહેવાસી રંગીતભાઈ તેમની પત્ની કોમલ અને પુત્ર રણવીર સાથે બાઈક પર ઘોઘંબાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, ફરોડ ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં રંગીતભાઈ અને તેમના પુત્ર રણવીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ, ઇજાગ્રસ્ત પિતા પુત્ર ને તાત્કાલિક સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.