માંગરોળ: મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ સમિતિએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી કૃષિ પાક નુકસાન ગ્રસ્ત ખેડૂતોને સહાય વળતર ચૂકવવા માગ કરી
Mangrol, Surat | Nov 1, 2025 માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદાર કચેરી ખાતે દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી કૃષિ પાકના નુકસાન ગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય વર્તન ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે સાથે ખેડૂતોએ લીધેલ લોન માફ કરવામાં આવે અને નવી પાંચ લાખની લોન ખેતી કરવા માટે આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર ની આગેવાની હેઠળ આ આવેદનપત્ર અપાયું હતું