આરોપી રમેશ ભગુભાઈ ચાડએ ફરિયાદી હરખુબેન સાકરાભાઈ રબારી પાસેથી જેસીબી ભાડે લઇ કામ કરાવી 1,14,000 નીકળતા હોઈ તેની સામે આરોપીએ ફરિયાદીને અલગ અલગ બે ચેક આપ્યા હતા અને તે ચેક ફરિયાદીએ જમા કરાવતા તે ચેક વગર ચુકવે પરત આવ્યા હતા,જેથી ફરિયાદીએ આ અંગે કોર્ટમાં ફરિયાદ કરતા અંજારના ત્રીજા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સુભાષચંદ્ર દિનાનાથ ત્રિપાઠીએ આરોપી ભગુભાઈને તકસીરવાન ઠેરવીને 1 વર્ષની સાદી કેદની સજા તથા રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.