ગાંધીધામ: મનપા કચેરી ખાતે ગાંધીધામ સીટી કોંગ્રેસ કમિટી દ્વારા મનપાની હદમાં આવતા વિસ્તારોના વવિધ પ્રશ્નો અંગે આવેદનપત્ર અપાયું
ગાંધીધામ નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતરિત થઈ તેને આઠ મહિના જેટલો લાંબો સમય થઈ ગયેલ છે છતાં પણ ગાંધીધામ મહાનગરપાલિકા વિકાસના કામોમાં સદંતર નિષ્ફળ રહેવાના આક્ષેપો સાથે ગાંધીધામ સીટી કોંગ્રેસ કમિટી દ્વારા મનપા કચેરી ખાતે આજરોજ અંદાજિત બપોરના 12:00 કલાકે કમિશનરને આવેદનપત્ર અપાયું.