રવિવારે સૂર્યપુત્રી તાપી નદીના તટે આવેલ અબ્રામા ખાતે પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત "કોયલડી "સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો.રવિવારે બીજા તબકકામાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં વધુ 56 પિતા વિહોણી દીકરીઓને પીપી સવાણી ગ્રુપના ચેરમેન મહેશ સવાણી પિતાની હૂંફ આપી દીકરીઓને સાસરે વળાવી હતી.જે દરમ્યાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.સમૂહ લગ્નોત્સવ નો આ અદભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ કરાયો હતો.