જામનગર: દરેડ નજીક પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં કરુણ મૃત્યુ
જામનગર નજીક સાધના કોલોનીમાં મારવાડી વાસ વિસ્તારમાં રહેતો અને છૂટક મજૂરી કામ કરતો ચમનભાઈ સોલંકી નામનો 34 વર્ષનો યુવાન, કે જે દરેડ વિસ્તારમાંથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા શાહરુખ સલીમભાઈ જુણેજા નામના ટ્રક ચાલકે તેને હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા. યુવકનું સારવારમાં મૃત્યુ થયું, ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો.