હાલોલ: દિવાળી દરમ્યાન કણજરી રોડ પર બાઇક સ્ટંટ કરી રીલ બનાવી વાયરલ કરનાર બે યુવકોની પોલીસે અટકાયત કરી
દિવાળીના તહેવાર દરમિયાન હાલોલના કણજરી રોડ પર બે યુવકો મોટરસાયકલ પર સ્ટંટ કરી તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે સુલતાનપુરા ગામના યુવરાજસિંહ ચૌહાણ અને 20 વર્ષીય દેવેન્દ્રસિંહ ધીરજકુમારે તેમની બજાજ આરવી 200 તથા બુલેટ મોટરસાયકલ લઈ રાહદારીઓના જીવ જોખમાય તે રીતે પૂરઝડપે વાહન હંકારી સ્ટંટ કર્યો હતો.સ્ટંટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ થતા હાલોલ ટાઉન પોલીસ હરકતમાં આવી બન્નેની અટકાય કરી કાર્યવાહી હાથ ધરી છે