આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામ પાસેથી પસાર થતી માઇનોર કેનાલ છેલ્લા બેથી ત્રણ વર્ષથી જર્જરિત અને તૂટેલી હાલતમાં છે. કેનાલના અનેક સ્થળોએ મોટા ગાબડાં પડવાને કારણે પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. પરિણામે, હાલની રવિ પાકની સિઝનમાં વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ગંભીર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.