ભરૂચ એ ડિવિઝન પોલીસે ભીડભંજન ખાડી હનુમાન મંદિર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભીડભંજન ખાડી હનુમાન મંદિર પાસે રહેતો બુટલેગર હેમંત ઉર્ફે ચેન મહેશ વસાવા પોતાના ઘરની સામે બનાવેલ ઝૂંપડામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.અને વિદેશી દારૂના 9 નંગ પાઉચ સાથે બુટલેગર હેમંત વસાવાને ઝડપી પાડ્યો હતો.