ધાનેરા: દિવાળી તહેવારોને લઇ આરોગ્ય વિભાગ એલર્ટ: બનાસકાંઠામાં 43 એમ્બ્યુલન્સ, 180 કર્મચારીઓ તૈનાત રહેશે.
ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન 108 એમ્બ્યુલન્સના ઇમરજન્સી કોલમાં 41 થી 47 ટકાનો વધારો થવાની સંભાવના છે. આ સંભવિત વધારાને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સની 43 ટીમો અને 180 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.