પાટણ થી અનાવાડા તરફ જતી સરસ્વતી જળાશય યોજનાની કેનાલમાં નગરપાલિકાના પંપિંગ સ્ટેશનનું ગંદુ પાણી છોડવામાં આવતા સ્થાનિક લોકોએ આ પાણી બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.અનાવાડા ગામ પાસે રહેણાંક વિસ્તાર નજીક પસાર થતી કેનાલમાં ગંદુ પાણી આવતુ હોઈ તીવ્ર દુર્ગંધ ફેલાતી હોવાના કારણે રહીશોને હાલાકી પડે છે.આ વિસ્તારના રહીશોએ પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારને આ બાબતે પાટણના સરસ્વતી જળાશય યોજના પેટા વિભાગમાં રજુઆત કરી છે.