ગોધરા: તાલુકાના નસીરપુર ગામે મચ્છર દૂર કરવા કરેલા ધુમાડાને કારણે ઘરમાં આગ લાગી હતી, જેમાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક
ગોધરા તાલુકાના નસીરપુર ગામે મચ્છર દૂર કરવા કરાયેલા ધુમાડાને કારણે શૈલેશભાઈ ભાભોરના ઘરમાં આગ લાગી હતી. આગમાં અનાજ, ઘાસચારો, ઘરવખરી, રૂ. 6 હજાર રોકડ સહિત મોટું નુકસાન થયું. આગ નજીક રહેતા નટુભાઈના ઘરમાં પણ ફેલાઈ, જ્યાં અનાજ, ઘરવખરી, રૂ. 10 હજાર રોકડ, સમાજના વાસણો, બે તપેલા, 200 ખુરશીઓ અને મંડપનું કાપડ બળી ગયું. આ ઘટનામાં બંને પરિવારોનું ઘરવખરી સહિત લાખોનું નુકસાન થયું. પોલીસે જાણકારી મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.