અંજાર: તાલુકામાં વરસામેડી, ટપ્પર, માથક, મીંદિયાળા, ભલોટમાં પાંચ નવા પશુ દવાખાના મંજૂર કરાયાં
Anjar, Kutch | Nov 3, 2025 અંજાર તાલુકાનાં વરસામેડી, ટપ્પર, માથક, મીંદિયાળા, ભલોટમાં નવાં પશુ દવાખાનાઓ મંજૂર કરાયાં છે. અંજારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની સક્રિય રજૂઆતનાં પગલે રાજ્ય સરકારે આ પશુપાલનલક્ષી મહત્ત્વનો નિર્ણય લીધો છે. નવા પશુ દવાખાના મંજૂર થતા પશુપાલકો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી હતી.