મોરબી: મોરબી સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મહિલા રક્તદાતાઓનુ સન્માન કરાયું
Morvi, Morbi | Sep 26, 2025 મોરબીના રવાપર ઘુનડા રોડ પર સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં નિયમિત રક્તદાન કરતા મહિલા રક્તદાતાઓનું બહુમાન કરાયું હતું. જેમાં છેલ્લા 15 વર્ષથી દર ત્રણ મહિને રક્તદાન કરતા રૂપલબેન શાહ, છેલ્લા 10 વર્ષથી દર ત્રણ મહિને રક્તદાન કરતા જિજ્ઞાબેન પરમાર અને છેલ્લા 2 વર્ષથી દર છ મહિને રક્તદાન કરતા નિષાબેન પરમારનું સન્માન કરાયું હતું.