સતલાસણાના ગોળીયાપુરાની KGBV શાળાની છાત્રાઓને ફૂડ પોઈઝનિંગ: કલેક્ટર દોડી આવ્યા વડનગર હોસ્પિટલ
Mahesana City, Mahesana | Dec 26, 2025
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોળીયાપુરા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) માં ગુરુવારે રાત્રે ભોજન લીધા બાદ અનેક છાત્રાઓની તબિયત અચાનક લથડતા દોડધામ મચી ગઈ હતી. છાત્રાઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે વડનગરની GMERS સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.