કડી: કડી નંદાસણ રોડ પર આવેલ આનંદપાર્ક સોસાયટીમાં દેવીબા જન્મોત્સવ પ્રસંગે દ્વારકા શારદા પીઠાધિશ્વર પધારી આશિર્વચન આપ્યા
Kadi, Mahesana | Nov 22, 2025 કડી નંદાસણ રોડ ઉપર આવેલ આનંદપાર્ક સોસાયટીમાં આવેલ કાશી પાશુપાત સંપ્રદાય પ્રેરિત ઉર્વશીબેન અને નીતા માં નાં સાનિધ્ય માં એક દિવસીય દેવીબા જન્મોત્સવ ઉજવાયો હતો.આ પ્રસંગે રાજ રાજેશ્વરી પીઠમ ખાતે દ્વારકા શારદા પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ પધાર્યા હતા.તેમણે ભાવી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.સવાર થી બપોર સુધી દીપલક્ષાચરણ,સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે ચાર થી પાંચ કલાક પાદુકા પૂજન અને સાંજે આશિર્વચન બાદ મહાપ્રસાદ નું આયોજન કરાયું.