તળાજા: તળાજા દેવડી ચોક નજીક ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન
તળાજા શહેરમાં ફરી એકવાર ગટર સમસ્યા સામે આવી છે. આજે તા. 27-06-2026, શનિવારે બપોરે અંદાજે 3:30 વાગ્યે, દેવડી ચોક નજીક લાડવા પાનના ગલ્લા પાસે ગટર ઉભરાતા સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉભરાતી ગટરના કારણે રસ્તા પર ગંદુ પાણી ફરી વળતાં દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી લોકોને ગંદક