LCB ટીમે કાળીયાબીડ વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન મળી રૂપિયા 90 હાજરનો મુદ્દામાલ કબજે કરાયો
Bhavnagar City, Bhavnagar | Nov 2, 2025
લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાળીયાબીડ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જે અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર તેમને મળેલી બાતમીના આધારે કાળીયાબીડ વિસ્તારમાં એક રહેણાંકી મકાનમાંથી રેડ કરી વિદેશી દારૂની બોટલો અને બીયરનો જથ્થો મળી કુલ રૂપિયા 90,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે. જ્યારે શખ્સને ઝડપી લેવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.