તારાપુર સહીત તાલુકાભરમાં દિવાળી પર્વની ધૂમધડાકાભેર ઉજવણી કરાઈ હતી. દિવાળી પર્વ નિમિત્તે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક સ્થળો ગલી મોહલ્લા તેમજ રહેણાંક વિસ્તારોને રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પરંપરાગત રીતે તાલુકાભરના મંદિરોમાં મહાઆરતી કરવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થિઓ ઉમટી પડ્યા હતા.રાતના સમયે આકાશમાં આતશબાજીના રંગો અને ધડાકા છવાયા હતા. નાના મોટા સૌ કોઈએ ફટાકડા સાથે ધૂમધડાકાભેર દિવાળી પર્વની ઉજવણી કરી