બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં શિશુવિહાર સંસ્થાની પાછળના ભાગે આવેલ કચરા ના ઢગલામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જે આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો.